ધ્યાન રાખજો ! બે હજારની નોટ બદલાવવાને નામે અજમેરનાં વેપારી સાથે રૂ. 11.38 લાખની છેતરપિંડી, છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

લોકો 2000 રૂપિયાની નોટો બદલવા બેંકમાં જવાને બદલે તેને બદલવાનો સરળ રસ્તો પણ શોધી રહ્યા છે. જો તમને પણ નોટ બદલવાની ઉતાવળ હોય તો ખાસ ધ્યાન રાખો કે કોઈ તમારી સાથે નોટો બદલવાના બહાને લાખોની છેતરપિંડી ન આચરી જાય. કારણ કે નોટ બદલવાની ઉતાવળ તમને મોંઘી પડી શકે છે અને તમે ગેંગનો શિકાર બની શકો છો. ત્યારે અજમેર ખાતે રહેતા રહેતા એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં ધંધાદારીને 100 કરોડની બે હજારની નોટો બદલી 500 ની ચલણી નોટો આપવાનો કારસો રચી છ શખ્સોએ રૂ. 11 લાખ 38 હજારની છેતરપિંડી આચરી છે. આથી સેક્ટર – 7 પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social