Breaking News

સાણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વૃક્ષો ધરાશયી : ૧૫૦ લોકો રૂપાવટી પાસે ખેતરમાં પાણીમાં ફસાતા વહીવટી તંત્રે રેસ્ક્યુ કર્યા

સાણંદમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ તોફાની અને અણનમ બેટિંગ શરુ કરતા એક તરફ ધરતીપુત્રો ખુશને હૈયે ટાઢક વળી છે તો બીજી તરફ ભારે પવન સાથેના વરસાદને કારણે તાલુકામાં અવ્યવસ્થાઓ સર્જાઈ છે. સાણંદ નળસરોવર રોડ ઉપર રવિવારે રાત્રે ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.અને વીજ પોળ ધરાશાયી થતા સાણંદ નળસરોવર રોડ સહીત કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે પૂર્વવત કરતા યુજીવીસીએલ તંત્રને નાકે દમ આવી ગયો હતો .બીજી તરફ સાણંદ જીઆઇડીસી નજીક આવેલ રૂપાવટી ગામે ખુલ્લા ખેતરમાં આશરો લઈને રહેલા વાદી સમુદાયના ૧૫૦ લોકો પાણીમાં ફસાતા વહીવટી તંત્રે ટ્રેકટરો મોકલી તેઓને સલામત સ્થળે ખસેડી સુંદર કામગીરી કરી હતી.સાણંદમાં છેલ્લા બે દિવસમાં ચાર ઇંચ થી પણ વધુ પાણી વરસી ગયું છે ત્યારે જન્માષ્ટમીનો તહેવાર પાણીમાંજ ગયો તેમ ગણી શકાય ,સાણંદના સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં પણ લોકોની ટહેલવાની ઈચ્છા પાર પાણી ફરી વળ્યું હતું

Social