Breaking News
સાણંદ જીઆઇડીસીમાં પાણીજ પાણી : જેટકો કચેરીમાં પાણી ફરી વળ્યાં : નેસ્લે કંપનીમાં પાણી : ખોડા ગામ તળાવ તુટયાના અહેવાલ
સાણંદમાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન વરસેલા ૫ ઇંચથી વધારે વરસાદને પગલે સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં પાણી જ પાણીજોવા મળી રહ્યું છે.સાણંદ ઇન્ડ એસો પ્રમુખ અજીતભાઈ શાહે આપેલ માહિતી મુજબ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ યુજીવીસીએલની જેટકો ઓફિસમાં પાણી ભરાઈ જતા તાબડતોબ પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડી હતી બીજી તરફ નેસ્લે કંપનીમાં પણ પાણી ફરી વળ્યાં હતા.સોમવારે સમી સાંજે ભારે વરસાદી પાણીના પ્રવાહને પગલે ખોડા ગામ તળાવ તૂટ્યું હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યાછે જોકે તળાવ ગામ તરફ નહિ પણ સીમ તરફ તૂટ્યું હોવાથી ગામમાં પાણી પ્રવેશે તેવી કોઈ સંભાવનાઓ ન હોવાથી ગ્રામજનોમાં હાશકારો થયો છે .

