Breaking News

સાણંદ સિવિલ કોર્ટ સંકુલમાં પાણી જ પાણી : પક્ષકારોની ગેરહાજરી દરગુજર કરવા બાર એસો. નો ઠરાવ

સાણંદ વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે સાણંદ સિવિલ કોર્ટ સંકુલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે ત્યારે સાણંદ બાર એસો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો કે હાલ ની વરસાદ ની સ્થિતિ નાં કારણે સાણંદ તથા જીલ્લા ના તમામ વિસ્તારો માં ખૂબ પાણી ભરાઈ ગયા છે વાહનવ્યવહાર મુશ્કેલ છે આ પરિસ્થિતિ ને ધ્યાને રાખી તથા અગામી 24 કલાક માં અતિ ભારે વરસાદ ની આગાહી. હોઈ તા. 27/8/24 વકીલશ્રી કે પક્ષકારો ગેરહાજર રહે તો તેમની ગેરહાજરી દરગુજર કરી કોઈ વિપરીત હુકમ નાં કરવા તથા કેસ ને જે તે સ્થિતિમાં રાખવા વકીલો દ્વારા કરાયેલ આ વિંનંતીને કોર્ટે પણ ગ્રાહ્ય રાખી છે.બીજી તરફ કોર્ટ સંકુલમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા પણ બાર એસો દ્વારા માંગણી કરાઈ છે .

Social