વિનમ્ર અપીલ: જ્યાં ચૂલા સળગે તેમ નથી ત્યાં એક કૂકર વઘારેલી ખીચડી પહોંચાડવાની પહેલ કરો
હમણાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે આપણી આજુબાજુમાં ફૂટપાથ પર કે કોઈ ખુલ્લી જગ્યામાં છાપરું બનાવીને રહેતા પરિવારોની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે. ખાસ કરીને, જેમના ચૂલાઓ પર આકાશ તૂટી પડ્યું છે, અને લાકડા પલળી ગયા છે, તેઓ હવે પોતે રસોઈ પણ બનાવી શકતા નથી.
તમારા પડોશમાં આવા પરિવારો જો હોય, તો આપ સહયોગ આપી શકો છો. એક કુકર વઘારેલી ખીચડી, હળવકું વઘાર કરીને તેમને પહોંચાડી શકો છો. બજારમાંથી મળતાં પેકેટને બદલે, આપણા ઘરના બનાવેલા ભોજનમાં જે પ્રેમ અને સંતોષ છે, તે કોઈ પેકેજડ ખોરાક આપી શકતો નથી.
આ અભિયાનમાં ભાગ લેવા માટે, જે લોકો શક્ય હોય એ ઘરમાં એક કુકર વઘારેલી ખીચડી બનાવીને, તમારા નજીકના આવા પરિસ્થિતિમાં ફસાયેલા પરિવારો સુધી પહોંચાડો.
આવા સમયે આપણી મદદથી કોઈના મોઢા પર સ્મિત અને સંતોષ મેળવી શકીએ.
આ મેસેજને જ્યાં ભારે વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિ છે એવા વિસ્તારના ગ્રુપોમાં વધુને વધુ મોકલો.
વિશ્વાસ છે કે આપના સહયોગથી આ ખીચડી અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવી શકીશું!

