નર્મદા ડેમમાંથી 2 લાખ 63 હજાર 496 ક્યુસેક જ્યારે કરજણ ડેમમાંથી 2 લાખ 80 હજાર ક્યુસેક પાણી છોડાયું
નર્મદા જિલ્લામાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત વધતા નર્મદા ડેમમાંથી પાંચ લાખ કરતાં વધુ ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે આજે પાણીની આવક ઘટતા નર્મદા અને કરજણ ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે.નર્મદા ડેમની સપાટી હાલ ઘટાડો જોવા મળ્યો છે. જેના 15 દરવાજા ખોલી 2 લાખ 63 હજાર 496 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ જે 23 દરવાજા ખુલ્લા હતા તેમાંથી 8 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.19 મીટર છે. જેની આવક 2 લાખ 33 હજાર 496 છે. આમ રૂલ લેવલ જાળવવા માટે આવક સામે પાણીની જાવક વધારાઈ છે. કરજણ ડેમની સપાટી 108.28 મીટર જોવા મળી અને આવક નહિવત થતાં ડેમનાં 6 દરવાજા જે ખુલ્લા હતા. તેમાંથી 3 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને રૂલ લેવલ જાળવવા માટે 3 દરવાજા ખુલ્લા કરી તેમાંથી 2 હજાર 80 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે સતત ચાર દિવસ વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ અને ઠેર-ઠેર પાણી જોવા મળ્યું હતું. થોડોક વરસાદ પડ્યા બાદ ચાર દિવસે તડકો નીકળતા લોકો રાહત અનુભવી રહ્યા છે.
