સાણંદના ખોડા ગામનું તળાવ ઓવરફ્લો થયું
સાણંદના તાલુકામાં સર્વત્ર વરસાદને પગલે અનેક ગામડાના નીચાણવાળા વિસ્તાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા. ખોડા ગામનું આશરે 40 વીધાનું વિશાળ તળાવમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેતા રોડ તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય જયદીપસિંહ જગદીશસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ, તલાટી સહિત સ્થાનિક તંત્રએ ગામ અને તળાવનું નિરીક્ષણ કર્યુ હતું. તળાવ ઓવરફ્લો થતાં ખેતરો તરફ તૂટ્યું હતું. ગામ કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બીજી તરફ સાણંદના ઇયાવા ગામના પરાવિસ્તાર વિરપુરામાં નીચાણ વાળા સ્થળે રહેતા લોકોના ઘરમાં પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને તલાટી દ્વારા લોકોને ગામમાં સલામત સ્થળે રોકાણ કરવા માટે કામગીરી કરી હતી

