MANOHAR TIMES LIVE : દેવભૂમિ દ્વારકામાં પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા 4 લોકોનું કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી એરલિફ્ટ કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. લોકોનાં જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી પ્રશાસન નાગરિકોની મદદ માટે સતત કાર્યરત છે. પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં કામગીરી ચાલી રહી છે.
દેવભૂમિ દ્વારકામાં ધુમથર ગામે ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા 4 લોકોનું કોસ્ટગાર્ડે દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા અને સલામત સ્થળે ખસેડ્યા હતા.