કચ્છમાં જતી એસટીની 100થી વધુ બસોનાં પૈડાં થંભી ગયાં
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યાં હતાં. જેથી કરીને આ નેશનલ હાઇવે મંગળવારે સવારે 10:00 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે અને કચ્છ સાથે મોરબી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને અમદાવાદનો સંપર્ક તૂટી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે જો વાત કરીએ તો મોરબી અને સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાંથી તથા અમદાવાદ બાજુથી કચ્છમાં જતી એસટીની લગભગ 100 કરતાં વધુ બસોના પૈડા થંભી ગયા છે અને આ બસો હવે ક્યારે શરૂ થશે તેનો નિર્ણય કદાચ આજે બપોર સુધીમાં આવે તેવી શક્યતાઓ છે.
