આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સવારે આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં આજે દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેતા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
