તાલુકામાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી સાણંદ CHCમાં અગમચેતી રૂપે 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ

ગત ૨ વર્ષ પહેલા કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો. જેને લીધે હજારો લોકોના મોત નિપજ્યા હતા. આ સમયગાળામાં લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો અને તંત્ર પણ દોડતુ થયું હતું. જે ક્ષણો હજુ ભૂલાય નથી ત્યાં દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટની અસર ધીમે- ધીમે અમદાવાદ,ગાંધીનગરમાં કોરોના નવા શંકાસ્પદ પોઝિટિવ કેસમાં જોવા મળ્યા છે. ત્યારે સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અગમચેતીના ભાગે રૂપે પરિસ્થિતિને પહોંચી સજ્જ થયું છે. હોસ્પિટલમાં 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે.

આ વેરીયન્ટને કારણે જિલ્લામાં તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સાણંદ તાલુકામાં લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કર્યું છે. સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઈસોલેશન વોર્ડમાં 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે 5 વેન્ટિલેટર, 50 જમ્બો ઓક્સિજન સિલિન્ડર, 10 લીટરના ઓક્સિજન કન્સેટ્રેટર 2, 5 લીટરના ઓક્સિજન કન્સેટ્રેટર 20, 7લીટરના ઓક્સિજન કન્સેટ્રેટર 4 મળી કુલ 26 ઓક્સિજન કન્સેટ્રેટર સહીત ઓક્સિજન ટેન્ક,દવાનો જથ્થોનું નિરીક્ષણ સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.બી.કે વાઘેલા અને ડોકટરોએ કર્યું હતું અને હાલની સ્થિતિ ને પહોંચી વળવા માટે સમીક્ષા કરી હતી. બીજી તરફ હાલ સાણંદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા વેરિયન્ટ એક પણ કેસ નથી, પરંતુ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. હાલ આ કોરોનાના નવા વેરિયન્ટ ઘાતક ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું.

Social