વનાળીયાનો ચેકડેમ તૂટ્યો, ગામમાં પાણી ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
સાણંદના નળ સરોવર નજીકના વનાળીયા ગામનો 900 વીઘાનો ચેકડેમમાં ઉપરવાસના પાણી આવતા સ્થાનિક તંત્ર એક્સન મોડ પર આવ્યું હતું, તંત્રએ ગામમાં રહેતા 2 હજારથી વધુ લોકો તેઓના પશુ સમાન સાથે સુરક્ષતિ જગ્યાએ લઇ જવા માટે ધારાસભ્ય કનુભાઈ પટેલ, પ્રાંત અધિકારી સહિત તંત્ર કામગીરી કરતાં હતા ત્યારે જ ગામની વિરુદ્ધ દિશામાં ખેતરો તરફ ચેકડેમ તૂટ્યો હતો અને ડેમની જોખમી સપાટીથી ઓછું થતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી.
પાણી ખેતરોમાંથી નળ સરોવરમાં જતું હોવાથી ડેમમાંથી પાણી ઓછું થયું છે. જ્યારે રેથલ, વનાળીયા,અણિયારીના રોડ પર પાણીનો ભરાવો થતાં સાધન લઈને જતાં ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે.
