ખરાબ હવામાનમાં ફસાયેલી જેદ્દાહ ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરવી પડી
ઈન્ડિગોની બુધવારે જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટ આકાશમાં હતી અને અચાનક જ પાઈલટને ખરાબ વાતાવરણમાં ફસાતા પાઈલટો મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સવારે 9.30 વાગે ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર ડાઈવર્ટ કરી દીધી હતી.ખરાબ વાતાવરણમાં પેસેન્જરોને ઘણી વખત એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે સવાર પેસેન્જર પણ એક સમય માટે ગભરાઈ ગયા હતા. હવામાન સુધરતા મુંબઈથી આ ફ્લાઈટ 5.30 કલાક પછી બપોરે 3.30એ અમદાવાદ આવી હતી.
થાઈ એરવેઝની બેંગકોકથી અમદાવાદ આવતી ફ્લાઈટ બુધવારે રાતે લેન્ડ થયા બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઈટને રદ કરવામાં આવતાં 150થી વધુ પેસેન્જર રઝળી પડ્યા હતા અને મોડી રાતે તેઓ ઘરે પરત ફરતા ભારે હાલાકીમાં મુકાયા હતા. અન્ય ગુરુવારે સવારે સ્પાઈસ જેટની અમદાવાદથી વારાણસી ફ્લાઈટ આગામી ત્રણ દિવસ માટે રદ કરાઈ છે અગાઉથી પેસેન્જરોને જાણ કરી દેવાઇ છે.
