तन्मे मनः शिव संकल्पमस्तु

कर्पूर गौरम करुणावतारंसंसार सारं भुजगेन्द्र हारं। सदा वसंतं हृदयार विन्दे_भवं भवानी सहितं नमामि॥ જે કપૂર જેવા ગોર વર્ણવાળા છે, કરુણાના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હૃદયમાં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું. કોઈપણ દેવી-દેવતા ની આરતી પછી કપૂર ગૌરવ આરતી બોલાતી હોય છે. ભગવાન શિવ અને પાર્વતી જગતના માતા પિતા છે એટલા માટે જ કહેવાય છે જગત પિત્તરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભગવાન શિવ આદિ યોગી અથવા પહેલા યોગી છે, જે આદી ગુરુ અથવા પહેલા ગુરુ પણ છે.શિવ સૌથી વધુ ધ્યાનસ્થ મુદ્રા માં છે. શિવ જ સર્વસ્વ છે. ભગવાન રામ શિવ નું પૂજન કરે,ભગવાન વિષ્ણુ શિવ પૂજન કરે,ભગવાન કૃષ્ણ પણ શિવ પૂજન કરે. શિવ હોય ત્યાં શક્તિ અવશ્ય હોય જ છે. આવા ભગવાન શિવ નું ખુબજ ભાવ થી પૂજન અર્ચન કરવું જોઈએ. રુદ્રાષ્ટાધ્યાયના દસમાં અધ્યાયમાં ભગવાન શિવ વિશે કહેવાયું છે. તમે જ સૂર્ય છો, તમે જ ચંદ્ર છો, તમેજ વાયુ છો. તમે જ આકાશ છો તમે જ પાતાળ છો. તમે જ સર્વસ્વ છો. પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ સવિશેષ હોય હવે આવતો છેલ્લો સોમવાર એટલે સોમવતી અમાસ જે ભગવાન મહાદેવ ને અતિ પ્રિય હોય છે. અમાસના દિવસે સોમવાર હોય તેનું અનેક ગણું મહત્વ વધી જતું હોય છે, તેથી આપણે તેનું અનેક ઘણું મહત્વ સમજી શિવ પૂજન કરવું જોઈએ શિવ પૂજન માત્ર શ્રાવણના સોમવાર કે શ્રાવણ માસ દરમ્યાન જ નહીં 365 દિવસ શિવ પૂજન કરવું જોઈએ અને સવિશેષ જિંદગીના અંતિમ શ્વાસ સુધી ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ જે ભગવાન મહાદેવ નું સ્મરણ કરે તેનું મરણ પણ ખૂબ સારું અને કલ્યાણકારી હોય છે. બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન સદાશિવ, અષ્ટમૂર્તિ, દેવાધિદેવ મહાદેવ તેમજ તમામ દ્વાદશ જ્યોતિર્લિંગ સર્વે નું કલ્યાણ કરે તેવી ભગવાન મહાદેવના ચરણ કમલ માં અંતઃકરણપૂર્વક પ્રાર્થના…. II ૐ નમઃ શિવાય ..II હર હર મહાદેવ….હર

Social