ઇતિહાસની સૌથી મોટી હિજરત!

અહીં, આ લેખની પાછળ જે હેતુ છે તે માત્ર આઝાદી પછી તરત ભાગલાના જે અત્યંત ઘાતક અને અકલ્પનીય પરિણામો આવા પણ હતા, તે દર્શાવવાનો જ નથી પરંતુ પાઠકો પોતાની વિવેક બુદ્ધિના સહારે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિ અને ભાગલાની વેદના અને પીડા ના ભોગ બનેલા માનવી કેવી હૈવાનીયત પર ઉતરી પડે છે તેનો તાદ્શ ચિતાર સમજે અને ભ્રાંતિઓમાં ના પડે તે આશય છે.
છ અઠવાડિયા સુધી, દુનિયાના ઇતિહાસમાં કદી ન નોંધાયેલી એવી તથા જેની વ્યાપકતાની કલ્પના તે વખતના સમકાલીનોને પણ આવવી અશક્ય હતી એવી અવિચારી બર્બરતા આખા પંજાબ ઉપર ફરી વળવાની હતી.
રેડકલીફે નાખેલી લાઇનદોરી મુજબ પાકિસ્તાનને ભાગે જતા પંજાબમાં 50 લાખ શીખો અને હિન્દુઓ રહી જતા હતા અને ભારતને ભાગે જતા પંજાબમાં લગભગ એટલા જ મુસ્લિમો, મુસ્લિમ નેતાઓએ પાક એવા પાકિસ્તાનમાં હિન્દૂ વ્યાજખોરો બનિયાઓ અને ઝનૂની શીખ જમીનદારો મુસલમાનો ને ચૂસવા અને લૂંટવા નહીં રહે એવો પ્રચાર કર્યો હતો; પણ તેઓ તો પાકિસ્તાનમાં તેમની આટલી મોટી માલમિલક્તો સાથે મોજુદ રહેવાના હતા, એ શું? એટલે મુસ્લિમ ટોળાઓ માતો એક જ નારો બુલંદ થઇ રહ્યો કે, જો પાકિસ્તાન દેશ આપણો જ છે. તો તેમાંથી બધી સંપત્તિ, દુકાનો, વાડીઓ, જાગીરો, મહેલાતો અને કારખાના પણ આપણા જ છે. હિંદુઓને અને શીખોને તે બધા ઉપર કશો હક હોઈ શકે નહીં!
બીજી બાજુ, ભાગલાની લાઇનદોરીની સામી બાજુ પોતાના, જે શીખ બન્ધુઓ પાકિસ્તાનમાં રહી જવાના હતા તેમને આ તરફ કાઢી લાવવા શીખો ઉતાવળા થઇ ગયા.
ગુરખા ટુકડીને લઇ કેપ્ટન એટકિન્સ જયારે લાહોરમાં દાખલ થયો, ત્યારે ત્યાં તેને જે હસ્ય નજરે પડ્યું, તે પ્રત્યક્ષ દેખવા છતાં સાચું માનતા મન પાછું પડે લાહોરની ગટરો લોહીથી જ ઉભરાતી હતી પૂર્વ તરફનું પેરિસ ગણાતું એ શહેર ઠેક ઠેકાણે હિન્દૂ લત્તાઓમાં એક સામટી લગાડવામાં આવેલી આગોથી દોજખનો અવતાર ધારણ કરી રહ્યું હતું. ભારત તરફ નાસી છૂટવા ઇચ્છતા હિંદુઓ સલામતી માટે એટકિન્સ ને 25,000, 50,000, હીરા – મોતી ઝવેરાત જે માંગે તે આપવા તૈયાર થઇ ગયા.
પાસેના અમૃતસરમાં મુસ્લિમ વિસ્તારોની ઈંટ થી ઈંટ બજી રહી હતી અને તેમની ઉપરથી ઉઠતો ધુમાડાનો થાંભલો આકાશ વીંધતો ક્યાંય સુધી ઉંચે ચાલ્યો જતો હતો. લાયલપુરમાં કાપડની એક મિલમાં બધા મુસ્લિમ કારીગરો એ શીખ કારીગરોને કાપી નાખ્યા હતા અને પાસેની નહેરમાં પાણીને બદલે હિન્દુઓ અને શીખોના મડદાં જ ઉભરાઈ રહ્યા હતા.
અને તમારો ખૂની તમારો દુશમન જ હોવો જોઈએ, એવું ક્યાં હતું ? મોન્ટ ગોમરી બજારમાં નિરંજન સિંઘ ચાનો વેપારી હતો તેણે પંદર વર્ષ સુધી રોજ એક મુસલમાન મોચીને આસામની ચાનો એક પ્યાલો દોસ્તીને નાતે પિવરાવ્યા કર્યો હતો. ઓગસ્ટની એક સવારે તે માણસ જ દોડતો – દોડતો ચાની દુકાનમાં, દાખલ થયો અને પાછળ આવેલા ટોળાને સંબોધીને કહેવા લાગ્યો, ‘આ રહ્યો શીખડો તેને કાપી નાખો.
થોડી વારમાં જ તેના પોતાના, 90 વર્ષના વૃદ્ધ બાપના એકના એક પુત્રના ટુકડે – ટુકડા કરી નાખવામાં આવ્યા. તેની 18 વર્ષની જુવાન છોકરીને પેલો મોચી જ ખભે નાખીને ઉપાડી ગયો કેટલાક જિલ્લાઓમાં તો એકે ગામડું આખું ઉભું રહ્યું ન હતું કે ન હતું એક બજાર સળગાવ્યા વિનાનું.
મુસ્લિમ વિસ્તારમાં કેટલીક વાર હિન્દુઓને પાકિસ્તાન છોડીને ભાગી જવાનો કે મુસલમાન થવાનો વિકલ્પ સૂચવવામાં આવતો. લાયલપુરની પશ્ચિમે આવેલા એક ગામડાના હિન્દુઓને એક પાડોશના ગામની મસ્જિદમાં પુરવામાં આવ્યા. ત્યાં તેવા કુલ 300 જણ ભેગા કરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યુંકે, મુસલમાન તૈયાર થાઓ કે મરવા તૈયાર થાઓ.
બધા મુસલમાન તૈયાર થયા. તેમને બધાને મુસલમાન નામો આપવામાં આવ્યા અને પછી કુરાનમાં થી કલમાં પઢાવવામાં આવ્યા. ત્યાર બાદ આંગણામાં એક આખી ગાય ભુંજાવેલી તૈયાર રાખેલી તેનું માસ તોડી તોડીને દરેકના મોમાં ખોસવામાં આવ્યું, જે ઓકી કાઢે તેનું પેટ કટાર થી તરત ચીરી નાખવામાં આવે. એક બ્રાહ્મણ તે ટોળામાં હતો તે એમ કહીને છટક્યો કે આવા શુભ અવસરે ગાયનું માંસ ખાવાતે પોતાના પવિત્ર પાત્રો ઘેર થી લઇ આવવા તૈયાર છે. મુસલમાનોએ ખુશ થઇને તેને જવા દીધો. તેણે ઘેર જઈ સંતાઈ ગયેલી પત્ની અને ત્રણે બાળકોના ગળા કાપી નાખી, પોતાના પેટમાં છરી ખોસી દીધી.
શિયાળકોટનો પ્રાણસીંઘ મોટો શાહૂકાર હતો. તેની પાસે ખુબ ધનસંપત્તિ તથા ગીરો મુકવામાં આવેલા ઘરેણાં – ગાંઠા હતા. પ્રાણસીંઘે મુસ્લિમ ટોળાનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો, તેની પત્નીએ પોતાની છયે દીકરીઓને પાસે બોલાવી તથા પોતાની ઉપર ઘાસતેલ ભરેલો ડબ્બો ઠાલવી દીધો અને દીવાસળી ચાંપી દીધી પોતાની દીકરીઓને પણ મુસલમાનોને હાથે પીંખાવા કરતા પોતાની રીત અપનાવવા માટે તેણે મરતા પહેલા આગ્રહ કર્યો. છ માંથી ત્રણ દીકરીઓ માંના દાખલાનું અનુસરણ કર્યું ઉપર પ્રાણસીંઘ પાસે જયારે પાંચ જ કારતુસ બાકી રહી ત્યારે મુસ્લિમ ટોળું પાછું પડ્યું અને ભાગી ગયું. થાકેલો પ્રાણસીંઘ નીચે આવ્યો ત્યારે પોતાની પત્ની અને ત્રણ પુત્રીઓનાં બળી ગયેલા મડદા જોઈને ઠરી ગયો.
અનેક સ્ત્રીઓએ ધાવતા બાળકો સાથે ઘરમાં આગ લગાડી બળી મરવાનો માર્ગ લીધો હતો. પંજાબી કુટુંબોમાં એકે એવું બાકી રહ્યું નહતું જેણે કોઈ ને કોઈ સગુંવહાલું એ દિવસોમાં ગુમાવ્યું ન હોય.
એક સ્ટેશને ટ્રેન આવીકે હિન્દુશીખોને ટોળે ટોળા અંદર બહાર, છાપરાં ઉપર ભચડાઈને ભરી ગયા. પતિ પત્ની થી, પિતા પુત્રથી, પુત્રી માતાથી અને બાળકો માતા પિતાથી છૂટા પડી જતા. જયારે ધુમાડા ઓકતું અને સીટી બજાવતું એન્જિન ઊપડ્યું ત્યારે ખબર પડીને ટ્રેન પાછળ જ રહી ગઈ છે. તે જ વખતે ઝનૂની અને લૂંટારૂ મુસલમાનોના ટોળા ‘અલ્લાહુ અકબર’ પોકરો કરતાં ડબ્બાઓ ઉપર ટુટી પડ્યા. જુવાન છોકરીઓને ખેંચી ખેંચીને દૂર લઇ તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને જયારે તેઓ બેભાન થઈજાય ત્યારે સ્ટેશન ઉપર કુવામાં તેમને ઢબૂરી દેવામા આવી. એ ટ્રેનમાં બેઠેલા કુલ 2000 સ્ત્રી પુરુષોમાંથી ઘાયલ થયેલાકે નાસી છુટેલાં મળી ભાગ્યે 100 માણસો જીવતા રહ્યા હશે.
એક રેલવે ટ્રેનતો ભારતની સરહદથી 14 માઈલ દૂર રહી ત્યારે તેની ગતિ એકદમ ધીમી પડી દેવામાં આવી અને ચાલુ ગાડી એજ મુસલમાન ટોળા તેની ઉપર ચડી ગયા સ્ત્રીઓ પાસેથી ઘરેણાં, બંગડીઓ, વાળીએ, ચુનીઓ વગેરે લૂંટી લેવામાં આવ્યું અને પછી જુવાન સ્ત્રીઓને ડબ્બાની બહાર કાઢી લઇ, બાકીના બધાની કતલ કરી નાખવામાં આવી.
રેલ્વેના પાટાઓ ઉખાડી નાખવામાં આવે એન્જિનથી થોભાવવામાં આવે, પુરુષોની કતલ તો તેમની ઇન્દ્રિયો ખુલ્લી કરીને જોયા બાદજ કરવામાં આવે પાકિસ્તાન તરફ જેમની સુન્નત ન કરવામાં આવી હોય તેમની અને ભારત તરફ જેમની સુન્નત કરવામાં આવી હોય તેમની (આવતા અંકે પૂણાહૂતિ) (મધરાતે આઝાદી અને ગાંધીજીની હત્યાની કહાણી) માંથી સાભાર.
