ઉપરદળમાં આધેડનું વરસાદી પાણીમાં તણાઈ જતાં મોત

             સાણંદના ઉપરદળ ગામે ખેતરમાં આંટો મારવા ગયેલા આધેડનું વરસાદી પાણીમાં તણાઈ જતા મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.સાણંદ નળસરોવર રોડ ઉપર સાણંદથી 32 કિમીના અંતરે આવેલા ઉપરદળ ગામે રહેતા બળદેવભાઈ કાશીરામ પટેલ ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

                  બળદેવભાઈ કાશીરામ પટેલ અને તેઓના ભાઈ ઉજમશીભાઈ બંને જણા ખેતરમાં આંટો મારવા ગયા હતા ત્યારે બળદેવભાઈનો પગ લપસતાં બાજુમાં કાંસમાં વહી રહેલ પાણીમાં પડ્યા હતા અને વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા બળદેવભાઈએ તેઓને બચાવવા પ્રયત્ન કર્યા પણ તરતા આવડતું ન હોવાથી બળદેવભાઈને બચાવી શક્ય ન હતા બનાવ અંગે ગામલોકોને જાણ કરતા મહિલા સરપંચ માજુબેનના પતિ શકરાભાઇ પટેલ તેમજ ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા, પરંતુ બળદેવભાઈને બચાવી શક્ય ન હતા છેવટે બળદેવભાઈની લાશને ભારે જહેમત બાદ કાંસમાંથી બહાર કાઢી હતી. આ બનાવની જાણ નળસરોવર પોલીસને થતા લાશને પીએમ માટે સાણંદ સિવિલ ખસેડી હતી . 55 વર્ષીય બળદેવભાઈનું આ રીતે મોત થતા તેમના પરિવાર અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.
Social