શહેરમાં તાજેતરમાં પૂર આવ્યાને હજી 150 દિવસ પણ નથી થયા ત્યાંરે શહેરમાં સવારથી જ મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.ફરી વરસાદ ચાલુ થતાં શહેરીજનો ચિંતામાં આવી ગયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરા જિલ્લામાં 2થી 5 ઇંચ વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. સાધલી અને સેગવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
નોંધનીય એ પણ છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કરજણ તાલુકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. હવે જો વરસાદ આવશે તો લીલો દુકાળ પડે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે.