ભુજ નજીકના માધાપર પછીના સેખપીર માર્ગે આવતા ભુજોડી પાસે આજે મંગળવાર બપોરે 2 વાગ્યાથી 4.30 સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ભુજથી નડાપા જતી એસટી બસમાં ભુજોડી બસ ઉભી રાખવા બાબતે બન્ને ગામના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ભુજોડી ગામની છાત્રાને અન્ય ગામના વિદ્યાર્થીઓએ માર મારી લેતા મામલો બીચકયો હતો. ભુજથી ભુજોડી રૂટની ચાલતી એસટી બસ ફરી શરૂ કરવાની માંગ સાથે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને લઈને માધાપર પોલીસ સ્ટાફ દોડી ગયો અને મામલાને થાળે પાડ્યો હતો.