અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશને વર્ષ 2023માં પોલીસે માધવપુરામાં આવેલા સુમેલ બિઝનેસ પાર્કમાં રેડ પાડીને આરોપીઓ સામે ગેમ્બલિંગ એકટની કલમ 4 અને 5, IPCની કલમ 406, 419, 420, 465, 467, 468, 471, 120B, 34, 201 અને IT એકટની કલમ 66(c)(ડ), 75 તથા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટની કલમ 23(e), 23(a) 23(f), 23(g), અને 23(h) મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપી દિપક ઠક્કરને પોલીસે દુબઈથી ઝડપી પાડ્યો હતો. જેને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડમાં માંગ્યા હતા. જોકે, કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.