સાણંદના તેલાવ કોલટ રોડ પર અકસ્માત ગીબપુરાના આધેડનું મોત થયું

        સાણંદના તેલાવ ગામથી કોલટ તરફ જવાના રોડ ઉપર રવિવારે સવારે બાઈક સાથે રિક્ષા ટકરાતા બાઈક ચાલક આધેડનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

        પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સાણંદ તાલુકાના ગીબપુરા ગમે ઇન્દિરાઆવાસ યોજનાના મકાનમાં રહેતા જેરામભાઈ પેથાભાઈ મકવાણા રવિવારે સવારે તેલાવ કોલટ રોડ ઉપર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણયા સીએનજી રિક્ષાના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઈકને ટક્કર મારતા જેરામભાઈને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું .બનાવની જાણ જેરામભાઈના પરિવારજનોને થતા જેરામભાઈના પુત્ર ભરતભાઈ મકવાણાએ ચાંગોદર પોલીસમાં જાણ કરતા પોલીસે સીએનજી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .આ બનાવમાં આધેડનુ મોત થતા તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમજ ગામના અન્ય લોકોમાં પણ અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ હતી.આ રોડ પર અવારનવાર આ રીતે અકસ્માતો થતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસે આ અંગે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી માગણી થઈ છે.
Social