નંદાસર કેનાલ નજીક વીજલાઈન રીપેરીંગ કરતા PGVCLના કર્મીનું વીજઆંચકાથી મોત
કચ્છ પરથી પસાર થયેલ ડીપ ડીપ્રેશનને કારણે ભારે વરસાદ ખાબકતા ઠેકઠેકાણે વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે જેના કારણે હાલ અન્ય જિલ્લાઓમાંથી પીજીવીસીએલની ટીમો બોલાવી લાઈન રીપેરીંગ કરવામાં આવી રહી છે.તેવામાં સોમવારે રાપર તાલુકાના નંદાસર ગામની કેનાલ નજીક લાઈન રીપેરીંગ દરમિયાન સાબરકાંઠાના 35 વર્ષીય વીજકર્મીને અચાનક વીજકરંટ લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત સોમવારે બાલાસર સબ ડિવિઝનમાં આસિન્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા મુળ સાબરકાંઠાના મેઘરજ તાલુકાના ધોળાપાણા ગામના નારણભાઇ લક્ષમણભાઈ મનાતનું વીજકરંટ વીજકરંટ લાગવાથી કરૂણ મોત થયું છે.નંદાસર નર્મદા કેનાલ નજીક રાપર સબ ડીવીજન હેઠળ આવતા સુવઈ ફીડરની લાઈન પર સાંજે રીપેરીંગ કરવાનું કામ ચાલુ હતું.દરમિયાન લાઈન પર કામ કરી રહેલા હતભાગી વીજકર્મીને અકસ્માતે કરંટ લાગ્યો હતો.બનાવ બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજતા મૃતદેહને રાપર સીએચસી ખાતે લઇ જવામાં આવ્યો હતો.
કર્મીના મોતની ઘટનાની જાણ થતા જ બાલાસર,રાપર અને ભીમાસર પીજીવીસીએલનાં કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સાથી કર્મીનું મોત થતા ગમગીની છવાઈ હતી.
18