રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લા- બનાસકાંઠા અને પાટણમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 14 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આગામી પાંચ દિવસ વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે. સાથે વરસાદનું જોર ઘટવાની શકતાઓ રહેલી છે.