ચાંગોદર પોલીસ અને LCB દ્વારા 27 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો

ચાંગોદર પોલીસ દ્વારા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ભોગ બનનારના અલગ અલગ ગુનામાં જમા પડેલ રૂ. 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
ચાંગોદર પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક થાય અને સતત લોક જાગૃતી દ્વારા લોકસંપર્ક જળવાય રહે તે ઉદ્દેશ હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન પી.આઈ. એ.પી.ચૌધરીની હાજરીમાં યોજાયો હતો કરવામાં આવ્યું હતું. ચાંગોદર પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબ્જે કરેલા કુલ 27,09,595 રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જેમાં 3 ફોર વ્હીલર વાહનો કિં.4.20 લાખ રૂપિયા, ગુમ થયેલ 12 મોબાઈલ ફોન રૂ.2,39,595/- મળી કુલ રૂ.6,59,595/- તેમજ ચાલુ મહિના દરમ્યાન આ કાર્યક્ર્મ સિવાય 1 કાર, 2 ટુ વ્હીલર કુલ કિં.રૂ.20,50,000/- મળી ચાંગોદર પોલીસે કુલ રૂ.27,09,959 રૂપિયાનો મુદ્દમાલ મૂળ માલીકોને પરત કર્યો છે.

Social