કલોલના ખાત્રજ પાસેથી 1.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર

કલોલના ખાત્રજ પાસેથી 1.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. તેમજ આરોપી અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર થઇ ગયો છે. તેમજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સાંતેજ પોલીસ ગતરોજ સવારે કલોલ તાલુકાના ખાત્રજ ચોકડી પર પેટ્રોલિંગમાં હતી. તે સમય શેડફા ભીમાસણ રોડ પરથી ગાડી નંબર પૂરઝડપે પસાર થતા પોલીસે આ ગાડીમાં ઇંગલિશ દારૂ હોવાની શંકા જતા ખાનગી ગાડીમાં આ ગાડીનો પીછો કર્યો હતો. આરોપી આ ગાડી લઈને ખાત્રજ અરવિંદ મિલ રોડથી વડસર રોડ ભાગ્યો હતો. અને વહેલી સવારે અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસને આ ગાડી વડસર રોડ પર બિનવારસી હાલતમાં મળી હતી.

પોલીસે આ ગાડી સ્થળ પર તલાસી લેતાં તેમાં ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂની બોટલ નંગ કુલ 144 કુલ કિંમત 1,44,000 તેમજ 1 મોબાઈલ કુલ કિંમત 5,000 રૂપિયા તેમજ આ ગુનામાં વપરાયેલી ગાડી કુલ કિંમત 3,00,000 રૂપિયા સાથે કુલ 4,49,000નો મુદ્દામાલ સાંતેજ પોલીસે ઝડપી પાડ્યો છે, પરંતુ આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલા ગાડીના ચાલક વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી વગર પાસ પરમીટે ઇંગલિશ દારૂની હેરાફેરીનો ગુનો નોંધી પ્રોહી એક્ટ કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Social