જામનગરના પેટ્રોલ પંપ સંચાલકના બંગલામાંથી રૂા.11 લાખ જેટલી માતબર રોકડ રકમની ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના રહેવાસી શખ્સને રૂા.11 લાખની રોકડ રકમ સાથે પકડી પાડયો છે.
શહેરમાં ગુરૂદતાત્રેય મંદિરથી શરૂ સેકશન તરફ જતા માર્ગ પર વી માર્ટની પાછળ આરાધના સોસાયટીમાં રહેતા શિવમ પેટ્રોલ પંપના સંચાલક રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા પરિવાર સાથે ગત તા.26 થી તા. 31 દરમિયાન ગોવા ફરવા ગયા ત્યારે તેમના બંગલાની કાચની સેકશન બારી ખોલી કોઈ તસ્કર અંદર પ્રવેશી રૂા.11 લાખની રોકડ ચોરી કરી ગયો હતો. આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોરની ઓળખ મેળવી લીધી ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામની રીઢા તસ્કર લખમણ માંડણભાઈ અસ્વારને રૂા.11 લાખની રોકડ રકમ સાથે પકડી પકડી લીધો હતો .