સાણંદ શિયાવાડા ગામમાં રહેણાંક મકાન પાસેથી 7.5 ફૂટના અજગરનું રેસક્યું

સાણંદ જીઆઈડીસી નજીક આવેલ શિયાવાડા ગામમાં એક રહેણાંક મકાન પાસે ભેંસના ચારામાં અજગર દેખાતા જીવદયાપ્રેમીએ શ્રી રામ એનીમલ લાઈફ ટીમને જાણ કરતાં તમામ રેસ્ક્યુના સાધનો સાથે જાદવ જયેન્દ્ર, મકવાણા પ્રકાશ, ગૌરક્ષક સાબીરભાઈએ શિયાવાડા પહોંચી અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

આ અંગે જાદવ જયેન્દ્રએ કહ્યું કે શિયાવાડામાં એક સ્થાનિકના ઘર પાસે ભેંસ ચારાની અંદર 7.5 ફુટ અજગર આવતા લોકોમાં ડર હતો. અજગરનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી મુકાયો છે.

Social