જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં પેટ્રોલ પંપ સંચાલકના ઘરે 11 લાખની ચોરી થતા ચકચાર જાગી છે. પરિવાર બહાર ગયો હતો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા. બંગલામાંથી લોકરમાં રાખેલી રોકડ સહિત સોનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. પરિવાર પાંચ છ દિવસ બાદ ઘરે આવતા રૂમમાં જતા રૂમના રાખેલ દરવાજા અને લોકર રૂમ ખુલ્લા દેખાતા અને તપાસ કરતા રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી થતા સીટી બી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જામનગર શહેરમાં શહેરમાં આવેલ વી માર્ટ પાછળ આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપ સંચાલકે ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 26 થી 31 તારીખ સુધી ના સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી 200 રૂપિયાની 25 નોટો રૂપિયા 100 ની 1250 નોટ અને 50 ની 2200 નોટ છે. અને 500ની 1620 નોટો છે. એમ કુલ મળીને રૂપિયા 11 લાખ રોકડાની ચોરી થઈ ગયેલ છે સીટી બી પોલીસ સ્ટેશનમાં કલમ 305, 331,(4)331(8) મુજબ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી અને સીસીટીવી ફૂટેજ ની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.