અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે બાતમી આધારે ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની ચોરી કરતી ગેંગને પકડી છે.
જીલ્લામાં મિલ્કત સબંધી તથા પશુઓની ચોરી કરતા આરોપી ઓને ઝડપી પાડવા પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલ મિલ્કત સંબધી ગુન્હાઓની માહિતી એકઠી કરી ગુન્હાની પધ્ધતિના આધારે બાતમીદારો કાર્યરત કરેલ તેના HC શૈલેષભાઇ દેસાઇ તથા PC મહેન્દ્રસિંહ સોલંકીને સંયુક્ત રીતે ટેકનીલ તથા હ્યુમન સોર્સ દ્વારા મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત આધારે પશુઓની ચોરી કરતી ગેંગના 3 ઇસમોને ઝડપી પાડી પશુ ચોરીના 11 ગુન્હાઓનો ભેદ ઉકલ્યો છે. પકડાયેલ ઇસમો
સરફરાજ ઉર્ફે સકુ ઐયુબભાઈ નુરમહંમદભાઈ કુરેશી (રહે, ધોળકા) (૨) મૌસીન હુસેનશા હાસમશા ફકિર (રહે, સરખેજ મૂળ લીમડી) (૩) એઝાજ ઉર્ફે ગટુ મહેમદભાઈ ઇસ્માઈલભાઈ કુરેશી (રહે. ધોળકા)ને પકડ્યા હતા અને પોલીસે અમદાવાદ ગ્રામ્યના કણભા,વિવેકાનંદ પોલીસ સ્ટેશન, ખેડા ના મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ 11 પશુચોરીનાં ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો છે.