જિલ્લા ભારતીય કિસાન સંઘે સાણંદ મામલતદારને ખેડૂતોને થયેલ નુકશાનના વળતર માટે આવેદન પાઠવ્યું

         અમદાવાદ જિલ્લામાં 15 દિવસ અગાઉ પડેલ ભારે વરસાદથી સાણંદ, વિરમગામ, બાવળા, ધોળકા, દેત્રોજ, દસ્ક્રોઈ, ધોલેરા, ધંધુકા સહિત તાલુકાઓમાં ખેતરોમાં વરસાદ પાણી ના કારણે પાકને ભારે નુકશાન થયું છે જે મુદ્દે સાણંદ મામલતદારને આવેદન પાઠવી સહાય ચૂકવા માગ કરાઇ છે. 

સાણંદના વસોદરા ગામમાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠક યોજાઇ જેમાં ભારતીય કિસાન સંઘના સાણંદ તાલુકા પ્રમુખ જગદીશસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોષા અધ્યક્ષ જયંતીભાઈ ડાભી, અમદાવાદ જિલ્લા પ્રવક્તા કિરણ દશરથભાઈ પટેલ, જિલ્લા યુવા પ્રમુખ વાઘેલા દેવેન્દ્રસિંહ ઉદયસિંહ, જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ કે પટેલ, જિલ્લા મંત્રી કિશોરભાઈ મકવાણા, તાલુકા મંત્રી જાયાભાઈ કોળી પટેલ સહિત હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે ફરી વખત સાણંદ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પદે જગદીશસિંહ વાઘેલા (ખોડા ગામ)ની નિમણૂક કરાઇ સાથે સાણંદ તાલુકા મંત્રી જાયાભાઈ કોળી પટેલની નિમણૂક હતી સાથે ખેડૂતોના વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા થઈ હતી.
ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક સાણંદ સહિત 9 તાલુકાના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને થયેલ નુકસાનનીનો હાલ સર્વે ચાલુ છે ત્યારે ખેડૂતોને ઝડપી સહાય મળી તે માટે સાણંદ મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી કે જીલ્લાના સાણંદ, વિરમગામ, દેત્રોજ માંડલ, ધોળકા, બાવળા, દશકોઈ, ધોલેરા તથા ધંધુકા બધા તાલુકામાં તા.23 થી 27 ઓગસ્ટ સુધી મુશળધાર વરસાદ પડ્યો છે. તેથી ખેડુતોના પાકને ભારે નુકશાન થયુ છે. તેનો સરવે કરી ઝડપી વળતર મળે તેવી માંગણી કરી છે. સાથે વર્ષો પહેલા ખેડુતોએ લીધેલ પર તગાવીની નોંધ ભરપાઈ થયેલ હોવા છતાં નોંધ રદ કરી નથી તો તેનો અમલ કરી નિરાકરણ કરવા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના જે નાણાં લીધેલ છે તે ભરપાઈ થયેલ હોવા છતાં નોંધ નંબર હોવા છતા ફરીવાર પૈસા ભરાવે છે તેની નોંધ રદ કરવા, સહિત અન્ય મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી.

Social