સાણંદના વાસણા પાસે મહિલાની સોનાની દોઢ તોલાની ચેઇન તોડી બાઇક ચાલક ફરાર
સાણંદના વિરમગામ હાઇવે પર ધોળાદિવસે એક્ટિવા પર જતાં ગોધાવી ગામની મહિલાના ગળામાંથી દોઢ તોલાની રૂ.90 હજારની કિંમતની સોનાની ચેઇન ખેંચી બાઇક ચાલક વિરમગામ તરફ ફરાર થતા સમગ્ર મુદ્દે મહિલાએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગોધાવી ગામના મધુબેન દિનેશભાઈ દુલેરા તેઓના પુત્ર મુકેશભાઈ સાથે એક્ટિવા પર બેસી ઇયાવા જતાં હતા ત્યારે વાસણા ગામ તરફ વળતા હતા તે સમયે હાઇવે ઉપર કલ્યાણી પેટ્રોલપંપની બાજુમાં પહોંચતા એક બાઇક ચાલક એક્ટિવાની બાજુમાં આવી એકદમ ઝડપથી મધુબેનના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લઈ જઈ બાઇક સાથે વિરમગામ બાજુ ફરાર થતાં તેઓના દીકરાએ બાઇક ચાલકનો પીછો કરતાં ફરાર થયો હતો. આ અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ થઈ છે.
92