વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં આગ લાગી

વડોદરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી બાઈક, સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મોડી રાત્રે આગને પગેલે
પોલીસ વિભાગ, વીજ પુરવઠા વિભાગ પણ દોડ્યો હતો, ફાયર વિભાગે ત્રણ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સૂત્રોએ કહ્યું કે શો-રૂમમાં 100 જેટલાં નવા ટુ-વ્હીલર અને સર્વિસમાં આવેલાં લોકોનાં 100 થી ટુ-વ્હીલરબળીને ખાખ થઈ ગયાં છે. આગ લાગવાનુ કારણ હજી અસ્પષ્ટ છે.

Social