અમદાવાદના YMCA ક્લબમાં ક્લાઈન્ટ સાથે મિટિંગ કરી રહેલા યુવકને ત્રણ ઇસમે લાફા માર્યા

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદનો ફિલ્મમેકર યુવક તેના ક્લાઈન્ટ સાથે YMCA ક્લબના રૂમમાં મિટિંગ કરી રહ્યો હતો. ત્યારે ત્રણ અજાણ્યા શખસ રૂમમાં આવ્યા હતા. જેમને CBIની ઓળખ આપીને ત્રણેય મોબાઈલ ફોન લઈને યુવકને લાફો મારી દીધો હતો. યુવકે આઇડીકાર્ડ માગતા નકલી આઇડીકાર્ડ પણ બતાવ્યું હતું. ત્યારબાદ યુવકે ગાડીના નંબર અને સોશિયલ મીડિયા પર ત્રણેય શખસોને શોધીને તેમની વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Social