મોરૈયા બ્રિજ પર ડમ્પર પાછળ એક્ટિવા ચાલક અથડાતા યુવકનું મોત

            મોરૈયા બ્રિજ પર ઊભા રહેલ ડમ્પર પાછળ એક્ટિવા ચાલક અથડાતા 2ને ઇજા હતી. જેમાં એક્ટિવા ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
        નરોડામાં રહેતા અસ્વીનભાઈ દલાભાઈ વાઘેલા અને તેઓનો  મિત્ર સંદિપભાઈ સાથે ભાયલા મોગલધામ દર્શન કરવા એક્ટિવા લઈને ગયેલ ત્યાંથી પાછા આવતા હતા સમયે મોરૈયા બ્રીજ ઉપર ઉભેલા ડમ્પરની પાછળ અથડાતા એક્સીડેન્ટ થતા અશ્વીનને અને સંદિપને શરીરે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. અશ્વીનભાઈનું સારવાર દરમ્યાન મોટ થયું હતું. ચાંગોદર પોલીસે અક્સમા અંગે તપાસ હાથ ધરી છે.
Social