અંજારની કંપનીમાં ભીષણ આગ ભભૂકી, ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો દોડી

કચ્છના અંજાર નજીકની ખાનગી કંપનીમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગના સમાચાર મળતા અગ્નિશામક દળો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કંપનીના કર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીથી દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવવા જહેમત ઉઠાવી હતી.

Social