ધોળકા તાલુકામાં વધુ એક વખત SOG ટીમે બોગસ ડોક્ટર ઝડપાયો

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં વધુ એક વખત બોગસ ડોક્ટર પકડાયો છે, થોડાક મહિના અગાઉ પણ ગ્રામ્ય પોલીસે બોગસ ડોક્ટરને ઝડપ્યો હતો. ત્યારે ઉતેલીયા ગામેથી બોગસ ડોક્ટરની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
એસ .ઓ જી.ના એ.એસ.આઇ ભરતસિંહ ખુમાનસિંહ તથા હે.કો રામદેવસિંહ ભાવસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ઉતેલીયા ગામે બામણીયા ફળી મેલડી માતાના મંદિર પાસે શંભુભાઈ ચૌહાણ ના મકાન માં ભાડેથી રહી ડોક્ટર તરીકે ની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર તબીબ ની પ્રેક્ટિસ કરતો હોય અને એલોપેથિક દવાઓ આપતો આરોપી સ્વરજીત નિર્મળ રોય (હાલ રહે શંભુભાઈ પથુભાઈ ચૌહાણના મકાનમાં ભાડેથી બામણીયા ફળી મેલડી માતાના મંદિર પાસે ઉતેલીયા) મૂળ રહેવાસી બંગલાની તા – સ્વરૂપ નગર જિ – નોર્થ 24 પરાગના પશ્ચિમ બંગાળ વાળાને જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલ ના સાધનો મળી કુલ રૂપિયા 15,339 ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યો હતો. આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

Social