બાવળાના કાણોતરના 10 વીઘાના એરંડાના પાકમાં 50 પશુ દ્વારા ભેલાણ કરી નુકશાન કર્યું

બાવળા તાલુકાનાં કાણોતર ગામની સીમમાં ખેડૂતે 10 વીધા જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું. જેમાં 9 પશુપાલકોએ 40 થી 50 જેટલી ભેંસોને આ ખેતરમાં છુટી મુકી એરંડાના પાકને ભેંસોથી ભેલાણ કરાવી નુકશાન કરતાં ખેડૂતે 9 પશુપાલકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં આવેલા દેવાત્રા ફળીમાં રહેતાં પ્રવિણભાઈ વિક્રમભાઇ મકવાણાએ કાણોતર ગામનાં સતીષભાઈ ધનાભાઇ ભરવાડની જમીન ત્રીજા ભાગે ખેડાવા રાખી છે. જે ખેતરમાં એરંડાનું વાવેતર કર્યું છે. બપોરના તે ઘરેથી બાઇક લઇને ખેતરે આટો મારવા ગયા હતાં અને ખેતરે પહોચીને જોયું તો એરંડાના વાવેતરવાળા ખેતરમાં 40થી 50 જેટલી ભેંસો (પશુ) ખેતરમાં ચરતી હતી. અને મારા ખેતરના શેઢે 9 ભરવાડો ઉભા હતાં. જેથી તેમને કહ્યું કે મારા ખેતરમા ભેંસો ચરે છે તે કોની છે. જેથી તેમણે કહ્યું કે આ ભેંસો અમારી છે. ખેડૂતે કહ્યું કે ખેતરમા એરંડા વાવેલા હોવા છતા ભેંસો કેમ છુટી મુકી છે. તેમણે કહ્યું કે તારા ખેતરમાં શુ બગડી જવાનું છે. તમે તમારી ભેંસોથી મારા એરંડાને ભેલાણ કરવો છો ભેંસો બહાર કાઢો. તેમ કહેવા છતા તેમણે ભેંસોથી આખા ખેતરમા એરંડાને ભેલાણ કરાવી નુકશાન કર્યું હતું.
આ બનાવ અંગે ખેડૂતે બગોદરા પોલીસમાં નારણભાઈ જેઠાભાઈ ભરવાડ, ખોડાભાઈ ભરવાડ,લાલો ભરવાડ, જયલો ભરવાડ, ગનો ભરવાડ, ગણપત ભરવાડ, મુનો ભરવાડ, માડણ ભરવાડ અને કાળુ ભરવાડના સામે ફરીયાદ કરી હતી

Social