દહેગામ મોડાસા રોડ ખાતે ગાય સાથે અથડાતા બાઇક ચાલક યુવાનનું મોત, અજાણ્યા પશુપાલક તેમજ જવાબદાર તંત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
રખડતા ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર દહેગામ મોડાસા રોડ ખાતે ગાય સાથે અથડાતા બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે, આથી અજાણ્યા પશુપાલક તેમજ તેમજ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર રખડતા પશુઓનો ત્રાસ બેફામ બન્યો છે ત્યારે દહેગામ ખાતે વણકરવાસમાં રહેતા પ્રિન્સ રણછોડભાઈ રાઠોડ દહેગામ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ચાંદખેડા અમદાવાદ ખાતે આવેલ જીટીયુમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને તેમના પિતાજીનું નામ રણછોડભાઈ તથા માતાનું નામ સરોજબેન છે .તેઓ ત્રણ ભાઈ બહેન છે તેઓ તેમાંથી સૌથી મોટા તેઓ છે અને તેમનાથી નાનાબેન રચનાબેન છે તેઓના લગ્ન થઈ જતા તેઓ તેમની સાસરીમાં રહે છે અને સૌથી
નાનો ભાઈ ઉંમર 29 નો છે આથી તેમના ભાઈ તેમના કાકાના દીકરા રોહનરાજ લક્ષ્મણભાઈ રાઠોડનું બાઈક લઈને પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા હતા.
રાત્રિના પોણા એક વાગ્યે તેમને ઓળખીતા પાવન રાઠોડનો તેમના પર ફોન આવેલો અને જણાવેલ કે તમારા ભાઈ તિલક રાજ ગાય સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયા છે. અને મોડાસા રોડ શિવ શક્તિ કોમ્પલેક્ષ સામે રોડ ઉપરથી રાત્રી 12:30 વાગે પસાર થતા હતા જે વખતે રોડની પાસે બેઠેલ ગાય સાથે અથડાતા પોતાના બાઇક સાથે રોડ ઉપર પડી જતા શરીરે ઇજા થતાં તેઓને દહેગામ સરકારી દવાખાને લઈ જાય છે. જેથી તેઓને ત્યાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સાથે રિફર કરતા અમદાવાદ ખાતે લાવી વધુ સારવાર માટે દાખલ કરેલ અને સારવાર દરમિયાન તેમના ભાઈને ડોક્ટરે ગઈ કાલે 12 સપ્ટેમ્બરના રોજ સાંજના સવા સાત વાગ્યાના મૃત જાહેર કરેલ છે.
