સાણંદમાં પાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરે યોજાશે

જિલ્લા વહીવટી તંત્ર અને સાણંદ નગરપાલિકા દ્વારા નગર પાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્ર્મનું આયોજન આગામી તારીખ 17મી સપ્ટેમ્બરે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી નગરપાલિકાના કોમ્યુનિટિ હોલ સાણંદ ખાતે કર્યું છે. આ સેવા સેતુ કાર્યક્ર્મ સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર સિધ્ધાર્થભાઈ પટેલ અને પાલિકાના વહીવટદાર સાણંદ મામલતદાર સી.એલ.પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવશે.
આ કાર્યક્ર્મમાં શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનાની લોક સહાય, આવક,જાતિ, ક્રિમિલેયરમ ડોમીસાઈલ ને લગતા પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી અરજીઓ, આયુષ્યમાન કાર્ડ, રાજ્યમાં સરકારના સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યકિતલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, સ્કૉલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય ને વૃદ્ધ સહાય નિરાધાર રહે યોજન હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, નવા વીજ કનેક્શન,નામ ટ્રાન્સફર, સોલર રૂફટોપ યોજના, મ્યુનિસિપલ સેવાને લગતી વ્યક્તિગત રજૂઆતો જેમ કે મરણ, લગ્ન નોંધણી, ટાઉન પ્લાનિંગ સાથે એસ.ટી. અને એમએમટીએસની સેવાઓને લાગતાં પ્રશ્ન તેમજ વયવંદના યોજનાની સેવાને લગતા પ્રશ્નો અંગે સ્થળ ઉપર નિકાલ કરવા કાર્યવાહી કરાશે. કાર્યક્ર્મમા આવતા અજદારોએ સેવાઓ સબંધિત અરજીઓ માટે જરૂરી પુરાવા સાથે લાવવા તંત્ર દ્વાર અપીલ કરી છે.

Social