વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ આવી પહોંચ્યા : CM સાથે PM મોદી બાય રોડ વડસર જવા રવાના, રાજભવનમાં વિવિધ બેઠકો કરશે

PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલ દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર જવા રવાના થયા છે. જ્યાં એરફોર્સ સ્ટેશન જશે અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે જ્યાં વિવિધ બેઠકો અને મુલાકાતો યોજાશે. અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિરોકાણ કરશે. આવતીકાલે એટલે કે બીજા દિવસે 16 સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલિપેડ પર ઊતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે.

જોકે, રિન્યુએબલ એનર્જી કાર્યક્રમના ઉદઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. પીએમ મોદી ગાંધીનગરના વાવોલની શાલીન 2 સોસાયટીમાં સવારે 9.45 વાગ્યે રૂબરૂ મુલાકાત માટે પહોંચશે. વાવોલ ખાતે સોલાર રૂફ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લઈને વડાપ્રધાન લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે. 16 સપ્ટેમ્બરે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી પીએમ મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજરી આપશે.

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રોયાત્રાનું ભાડું રૂ. 35 છે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે.

Social