મહેસાણા LCBએ ચોરીના 24 બાઈક સાથે 5 ઇસમોને દબોચી લીધા

          પાટણ,મહેસાણા, ગાંધીનગરના અલગ અલગ વિસ્તારમાં બાઈક ચોરી કરનાર ટોળકીને મહેસાણા એલસીબી ટીમે દબોચી લીધા છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત 5 ઇસમોને પકડાયા છે. 

                મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા એ દરમિયાન બાતમી આધારે ચોરીના બે બાઈક સાથે પાંચ ઈસમોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે પાંચ સમયે કડી પોલીસ મથક હદમાં થી આ એક બાઈક ની ચોરી કરી હતી સમગ્ર કેસમાં એલસીબીએ કાયદાના સંઘર્ષ માં આવેલા કિશોર સહિત પાંચ ને ઝડપયા હતાં.
             પાંચ આરોપીની ઊંડાણ પૂર્વક તપાસ કરતા ઝાલા રોનકસિંહ ઉર્ફે રોકી, ઝાલા સંજયસિંહ કુભુભા, ઝાલા યુવરાજસિંહ ભાવસંગજી, સાધુ શ્રવણ ઉર્ફે બાડો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને ઝડપી પાડી પૂછપરછ કરતા પાંચે આરોપીએ કબૂરત કરી હતી કે તેઓએ પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 24 જેટલા બાઇકોને ચોરી કરી છે. પોલીસે પાંચે વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છ.
Social