ચિલોડા રોડ પર ડમ્પરની ટક્કરે એક્ટિવાચાલક મહિલાનું મોત
દહેગામના ઉગમણા ઠાકોરવાસમાં રહેતા માતા પુત્ર એક્ટિવા લઈ કામ અર્થે ચિલોડા તરફના એક ગામમાં ગયા હતા તેઓ જ્યારે બપોરના સમયે પરત ફરી રહ્યા હતા તે સમયે દહેગામ ચિલોડા રોડ પર દોગલ તલાવડી નજીકથી એકટીવા પર પસાર થતાં હતા ત્યારે માર્ગ પરથી બેફામ આવી રહેલા ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા પાછળ બેસેલા 61 વર્ષીય માતાનું પુત્રની નજર સામે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક ડમ્પર લઈ નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે દહેગામ પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ શહેરના ઉગમણા ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય કોકીલાબેન બાબુભાઈ ઠાકોર તેમના પુત્રની એકટીવા પર બેસી ચિલોડા નજીકના કોઈ ગામમાં સામાજિક કામ અર્થે ગયા હતા જ્યાંથી બપોરના સમયે દહેગામ પરત ફરી રહ્યા હતા તે સમયે દોગલ તલાવડી નજીક તે માર્ગ પરથી બેફામ રીતે પસાર થઈ રહેલા એક ડમ્પર ચાલકે એકટીવાને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં પુત્રની નજર સામે જ માતા કોકીલાબેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતકને દહેગામના સરકારી દવાખાને લવાયા હતા જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ બનાવ અંગે અકસ્માત કરી નાસી છૂટનાર ડમ્પર ચાલક વિરૂધ્ધ દહેગામ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
