ગાંધીનગર રોડ પર ક-7 પાસે બેફાર્મ રીતે કાર હંકારનારને ટકોરતા હુમલો

                ગાંધીનગર માણસા રોડ ઉપર આવેલા ક-7 પાસે મીનરલ પાણીના પ્લાન્ટ તરફ જવાના રસ્તા ઉપર એક કાર ઊભી રાખવામાં આવી હતી. જેથી પ્લાન્ટ ચલાવતા પ્રકાશભાઇ મોહનભાઇ ચૌધરી બલેનો કારના ચાલકને રસ્તામાંથી કાર હટાવવાનુ કહેતા દાદાગીરી ઉપર ઉતરી આવ્યો હતો અને થોડીવાર ઊભો રહે કહીને માણસો બોલાવી મારામારી કરી હતી. જેથી યુવકે પેથાપુર પોલીસ મથકમાં મારામારી કરનાર લોકો સામે ગુનો નોંધાવ્યો હતો. ક-7 પાસે મીનરલ પાણીનો પ્લાન્ટના દરવાજા સામે ટ્રાફિક જામ થઇ ગયો હતો. એક કાર દરવાજા આગળ ઉભી કરવામાં આવી હતી. જેથી તેના ચાલકને કાર સાઇડમાં ઊભી રાખવાનુ કહેતા ચાલક ઉશ્કેરાઇ ગાળાગાળી કરીને ધમકી આપી હતી. જેથી પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Social