ગાંધીનગરમાં આવતીકાલે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે, રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહેશે
ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે સેક્ટર- 11 સુમન સીટી હોટલ ખાતે સવારે 10 કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહેશે.ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છુ ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે સેક્ટર- 11 સુમન સીટી હોટલ ખાતે સવારે 10 કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજવામાં આવશે. જેમાં કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોસિએટ, કેશિયર પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઇઝર, બેંક ઓફિસ સપોર્ટ સ્ટાફ તથા આઈટીઆઈ, ડિપ્લોમા એન્જિનિયરની જગ્યા માટે દર્શાવેલી લાયકાત મુજબ 12 પાસ અને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ,આઈ.ટી.આઈ, ડિપ્લોમા ની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.આથી રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આ ભરતી મેળાનું આયોજન થનાર છે.
