સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસે નિધરાડના શખ્સનું પાર્ક કરેલ બાઇક ચોરાયું

સાણંદ શહેરના કડી રોડ પર મુનિ આશ્રમ પાસે રોડ પર નિધરાડ ગામના આધેડ બાઇક પાર્ક કરી આરામ કરતાં હતા તે દરમ્યાન અજાણ્યા ચોરે રૂ.50 હજારની કિંમતનું બાઇક ચોરી કરી ફરાર થયા હતા. બનાવ અંગે સાણંદ પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાનાં નિધરાડ ગામ રહેતા 60 વર્ષીય કલ્પેશભાઇ ચતુરભાઈ રાવળ ગત તા.16 સપ્ટેમ્બરે બાઇક લઈને નિધરાડ થી સાણંદ બજારમાં શાકભાજી લેવા માટે ગયેલ અને ત્યાંથી શાકભાજી લઇને પરત ઘેર જવા માટે નિકળેલ અને બપોરના સમયે તડકો લાગતા તેઓ સાણંદ મુની આશ્રમ રોડથી થોડેક આગળ બાયપાસ રોડ પર આવેલ ભવાનીનગર ગામમા જવાના રસ્તા પાસે રામ સાપરી પર ગયેલ અને રોડની સાઈડમાં કલ્પેશભાઇએ બાઇક પાર્ક કરી થોડો સમય આરામ કરી રોડ ઉપર આવતા પાર્ક કરેલ જગ્યાએ બાઇક હતું નહિ. અજાણ્યા ચોર ઇસમે રૂ. 50 હજારની કિંમતનું બાઇક ની ચોરી કરી ફરાર થતાં કલ્પેશભાઇએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરી છે.

Social