સાણંદના હોળી ચકલા વિસ્તારમાં લોખંડવાળાના ડેલાના એક મકાનમાં યુવકે ચાર્જિગમાં મુકેલ મોબાઈલ ચોરાયો

સાણંદના હોળી ચકલા વિસ્તારમાં લોખંડવાળાના ડેલામાં રહેણાંક મકાનમાંથી એક યુવકનો ચર્જિંગમાં મુકેલ રૂ. 25422ની કિંમતનો મોબાઈલની તસ્કરે ચોરી કરી ફરાર થતાં સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ મહીસાગરના ઘાટીયાના અને હાલ સાણંદના હોળી ચકલા વિસ્તારમાં લોખંડવાળાના ડેલામાં રહેતા અને સાણંદ જી.આઈ.ડી.સી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતાં રામભદ્રસિંહ અમૃતસિહ ખાંટએ તેઓના રૂમ ઉપર મોબાઇલ ફોન ઓસરીમા ચાર્જીંગમા મૂકી તેઓ ન્હાવા માટે બાથરૂમ ગયા તે દરમ્યાન રૂ.કી.રૂ-25422/- નો મોબાઇલ ફોન કોઇ ચોર ઇસમ ચોરી કરી ફરાર થયો હતો. જેને લઈને યુવકે મોબાઈલની તપાસ કરતાં ન મળતા ઘટના અંગે રામભદ્રસિંહએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Social