સાણંદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ મેગા હેલ્થ કેમ્પ યોજાયો
આયુષ્માન ભવ અંતર્ગત સાણંદના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના સહયોગથી મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા,જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ દાવડા,તાલુકા પંચાયત પ્રમુખ વસંતબા વાઘેલા, જિલ્લા પંચાયત સદસ્ય દયારામભાઈ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જગદીશસિંહ વાઘેલા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને હેલ્થ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
સામુહિક આરોગ્ય કેન્દ્ર સાણંદના અધિક્ષક ડૉ.ભાવેશ હડિયલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બી.કે. વાઘેલાના માર્ગદર્શન મુજબ સફળ આયોજન કરવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશ જોશી દ્વારા કરવામાં આવ્યું.
આ કેમ્પમાં ઓર્થોપેડિક,બાળ વિભાગ,ગાયનેક,ચામડી,કાન,નાક,ગળાના નિષ્ણાત,આંખના રોગના નિષ્ણાત દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પમાં જુદા જુદા વિભાગના કુલ 549 દર્દીઓએ લાભ લીધો છે.
