સાણંદમાં પૂ.1008 પીરજી શ્રી શાંતિનાથજી મહારાજનો ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો
સાણંદ શહેરમાં આવેલ જામળીયાવાડીમા પૂજનીય બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી શ્રી 1008 પીરજી શ્રી શાંતિનાથજી મહારાજનો ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ભજન ગાયક પુરણભારતીજી (દેવકી) દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી.
સુંદર કાર્યક્મમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર તેમજ સાણંદ સહિત અન્ય ગામોથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભક્તોએ પ્રસાદ,ભવ્ય ભજનનો લાવો લીધો હતો. સમગ્ર કાર્યક્ર્મનું સુંદર આયોજન સેન ગણપતજી શંકરજી દેવકી દ્વારા કરાયું હતું.




