તેલાવ પાસે ઈલેક્ટ્રોનિક્સના દુકાનમાંથી રૂ.2.39 લાખના મુદ્દામાલની ચોરી
સાણંદના તેલાવ પાસે હાઇવે પર સુપર સ્ટાર ઈલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં રાત્રે ચોરે દુકાનનું પતરું કાપી દુકાનમાં પ્રવેશ કરી 16 એલઇડી ટીવી , 10 ટ્રોલી બેગ સહિત અલગ અલગ 65 સાધનો અને રોકડ મળી રૂ.2,39,600ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હતો, દુકાનદારએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરી હતી.
