સાણંદના સરી પાસે હાઇવે ક્રોસ કરતી બાવળાના ઢેઢાળ વાસણાની પરણિત યુવતીનું ફોર વ્હીલરની અડફેટે મોત
બાવળા ચાંગોદર નેશનલ હાઇવે પર સરી ગામ પાસે બાવળાના ઢેઢાલ વાસણા ગામની પરણિત યુવતી નોકરીએ જવા હાઇવે ક્રોસ કરતી હતી તે દરમ્યાન ફોર વ્હીલર ચાલકે યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું.
બાવળાના વાસણા ઢેઢાલ ગામના ઉર્મિલાબેન કિસનભાઈ પગી (18) નોકરીએ જવા માટે સરી પાસે સ્વસ્તિક એસ્ટેટ સામે હાઇવે રોડ ક્રોસ કરતાં સમયે એક ફોર વ્હીલર ચાલકે ઉર્મિલાબેનને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થતાં બનાવ સ્થળે મોત નીપજયું હતું. હાઇવે પર અકસ્માત થતાં લોકોના ટોળાં એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરાતા ચાંગોદર પોલીસ બનાવ સ્થળે દોડી હતી મૃતક યુવતીની લાશને PM માટે સાણંદ SCH લઈ ગયા અને યુવતીના પતિ કિશનભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
88