જખૌ નજીકના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના વધુ 10 પેકેટ બિનવારસી મળી આવ્યા
સૌરાષ્ટ્ર અને કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે BSFની ટીમને જખૌ નજીકના નિર્જન ટાપુ પરથી વધુ 10 ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવ્યા છે.
હકીકતમાં BSFના જવાનો કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન જખૌ નજીકના નિર્જન ટાપુ પરથી જવાનોને ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા. જેમાં અંદાજિત 12.40 કિલો ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે.
